Kotda sangani-Rajkot-કોટડાસાંગાણી પાસે ૧૦.૬૧ લાખનો દારૂનો જથ્થો પકડાયો પોલીસની નજરથી બચવા ટ્રકમાં ચૂનાની થેલી નીચે દારૂનો જથ્થો છુપાવ્યો’તોઃ ટ્રક અને દારૂ સહિત રપ.૬૭ લાખનો મુદામાલ સાથે રાજસ્થાની ડ્રાઇવરને રૂરલ એલસીબી અને એસઓજીની ટીમે ઝડપી લીધો.

તસ્વીરમાં પકડાયેલ દારૂનો તથા ટ્રક અને બીજી તસ્વીરમાં પકડાયેલ ડ્રાઇવર નજરે પડે છે.

કોટડાસાંગાણી પાસે ગત રાત્રે ૧૦.૬૧ લાખના દારૂના જથ્થો ભરેલ ટ્રકને રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની ટીમે ઝડપી લઇ રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ કરી છે.

જીલ્લામાં દારૂ-જૂગારના કેસો શોધી કાઢવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વેય રૂરલ ક્રાઇમ બ્રાંચને પીઅઇ અજયસિંહ ગોહીલ એલસીબી તથા એસઓજીના સ્ટાફ સાથે કોટડાસાંગાણી પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હડમતાળા ગામથી ભુણાવા ગામ તરફ જતા રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ ટ્રક નં. આર. જે. ર૭-જીબી-પ૪પ૪ ને અટકાવી તલાસી લેતા તેમાં મારબલના ચુનાની થેલી નીચે છૂપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ ૬૪પ૬ કિ. ૧૦.૬૧ લાખનો જથ્થો મળી આવતા ડ્રાઇવર પર્વતસીંગ ભવરસીંગ સીસોદીયા રે. ભાગલ ગામ જી.ઉદયપુર (રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.

પોલીસ પુછતાછમાં પકડાયેલ ડ્રાઇવર પર્વતસીંગે એવી કેફીયત આપી હતી કે, દારૂ ભરેલ – ટ્રક કોટડાસાંગાણી પાસે લઇ જવાનો હતો અને ત્યાં દારૂના જથ્થો લેવા એક શખ્સ આવવાનો હતો પણ તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.

રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસ. ઓ. જી.ના સ્ટાફે દારૂ અને ટ્રક સહિત રપ.૬૭ લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ડ્રાઇવરને કોટડાસાંગાણી પોલીસના હવાલે કરાયો હતો. જયારે લક્ષ્મીરામ ઉર્ફે લચ્છીરામ આહિર રહે. ખોખરવાસ જી. ઉદયપુરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. તેમજ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, રવિદેવભાઇ બારડ, પો. કો. જયપાલસિંહ ઝાલા, રૂરલ એસ. ઓ. જી.ના હેડ કો. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાંધલ તથા પો. કો. દિલીપસિંહ જાડેજા રોકાયા હતાં.

error: Content is protected !!