Rajkot રાજકોટ જિલ્લાના ઉદય નગર વિસ્તારમાં GVK EMRI 108 દ્વારા પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલનસ માં બાળક ની ડિલિવરી કરાવી માતા તેમજ બાળકનો જીવ બચાવ્યા.

  • આજરોજ ૧૩/૧૦/૨૦૨૦ ના સમય :- ૦૩:૨૮ રાજકોટ ના ઉદય નગર વિસ્તારમાં આજે એક ડિલેવરીનો કેસ મળતાની સાથેજ GVK EMRI ૧૦૮ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને GVK EMRI ૧૦૮ના ઈ.એમ.ટી.-નિલેશ ગોહિલ દ્વારા ૨૫ વર્ષના માયાબેન મહેશભાઈ ને એમ્બ્યુલન્સ માં લય જતા હતા ત્યારે રસ્તામાં દુખાવો ઉપડતાં તપાસ કરતા જાણવા મળું કે ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવવી પડે તેમ છે.ઈ.એમ.ટી.-નિલેશ ગોહિલદ્વારા પ્રસૂતાની સુરક્ષિત ડિલિવરી કરાવતા ત્યારે ખબર પડી કે બાળકની ડોક ફરતે નાયડો વિટળl એલ હતો તે સરકાવી માતા તેમજ બાળક નો જીવ બચાવ્યો.

સરકાર દ્વારા ઈમરજન્સી માં તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે થઇ ને GVK EMRI ૧૦૮ સેવા પ્રજા માટે અમલ માં મૂકી. આજ સુધી GVK EMRI૧૦૮ દ્વારા અનેક લોકો ના જીવ બચાવ્યા અને મોતના મૂળહ માંથી બચાવેલ છે. અનેક લોકો ને મોત ના મુખમાથી બચાવેલ છે. ત્યારે આજરોજ પણ GVK EMRI ૧૦૮ ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી દર્દી ને એમ્બ્યુલન્સ લય હોસ્પિટલ લય જતા રસ્તામાં જ સફળતા પૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. આવી રીતે એમ્બ્યુલન્સ રાજકોટ રેસ્કોરસ ૧૦૮ના ઇ એમ ટી નિલેશ ગોહિલ અને પાયલોટ સંજયભાઈ. ગઢવી દર્દી ને હોસ્પિટલમાં દાખલ કરી માતા અને બાળકનો જીવ બચાવવામાં મદદરૂપ થયા હતા
૧૦૮ ની ટીમ દ્વારા ડિલીવરી કરાવતા જ દર્દીના પરિવાર ના સભ્યો દંગ રહી ગયા હતા અને મહિલા દર્દી ના પરિવાર ના ચહેરા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો, હાલ માં માતા અને બાળક બંને તંદુરસ્ત છે.
દર્દી ના સગા અને હોસ્પિટલ ના ડોક્ટરે પણ ૧૦૮ ટિમ ને બિરદાવામાં આવ્યા હતા.

રાજકોટ:-સંજય પોપટ દ્વારા.

error: Content is protected !!