Jasdan-Rajkot જસદણના માનવતાવાદીઓએ બિનવારસી લાશને અવ્વલ મંઝિલે પોહચાડવાનું ભગીરથ કાર્ય કર્યું.

જસદણ માં લાંબા સમયથી ભિક્ષાવૃત્તિ કરી પેટ ભરતાં એક વૃદ્ધાનું ઘડપણને કારણે મૃત્યું થતાં આ અંગે જસદણ પોલીસ મથકના જવાનો રાજુભાઈ, ભોળાભાઈએ જરૂરી કાગળ કરી વાલીવારસની શોધખોળમાં લાગી જતાં આખરે આ વૃદ્ધાના દૂરનો એક સગો મળી આવ્યો હતો પણ તેમણે ગરીબી અને પરિવારના કારણોસર આ વૃદ્ધાનો મૃતદેહ સ્વીકારી અંતિમક્રિયા સામે ના પાડતા આખરે જસદણના સેવાભાવીઓ ગોપીભાઈ પાનવાળા, મનજીભાઈ પટેલ, આકાશભાઈ, હર્ષભાઈ વગેરેએ આ વૃદ્ધાના મૃતદેહની અંતિમવિધિ હિન્દુ સમાજ મુજબ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું ઉલ્લેખનીય છે કે જસદણમાં આ સેવાભાવી લોકોએ કોઇપણ નાતજાતનો ભેદ રાખ્યા વગર અત્યાર સુધીમાં અનેક બિનવારસી, વારસી મૃતદેહોને તેમની મંજીલ સુધી પહોંચાડવાનું જબરું કાર્ય કર્યું છે આટલું જ નહીં પણ કોઈ ગરીબીના કારણસર તેમની પાછળની ધાર્મિકવિધિ કરેલ છે નોંધનીય છે કે જસદણમાં ગોપીભાઈ પાનવાળા છેલ્લા ૪૦ વર્ષથી વધું સમયથી જસદણ સરકારી ખાનગી હોસ્પિટલમાં આવતાં ગરીબ દર્દીઓની પણ સેવા કરી રહ્યાં છે નેકી કર ઔર દરિયામેં દાલ તે ઉક્તિને અનુસરી રહ્યાં છે આજે લોકો પાશેર દાન કરે છે અને નથી કરતાં તો પણ ફોટાઓ પડાવી વાહવાહી કરવાં મથામણ કરી રહ્યાં છે ત્યારે ગોપીભાઈ અને તેના મિત્રો આવી ખોટી વાહવાહીથી દુર રહ્યાં છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!