Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની આખી વસાહતમાં કર્યા અજવાળાં.

હળવદ તાલુકાના સુસવાવ ગામથી દોઢેક કિલોમીટર દૂર સરકારી ખરાબામાં છેલ્લા 20 વર્ષથી વાંસખોડા કે જે પહેલા વાંસના સુંડલા બનાવવાનું કામ કરતા હતા એવા વાંઝા સમાજના 10 પરિવારોની 50 જણાની વસ્તી રહે છે.

આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની અને ખુબજ જરૂરી એવી વીજળી આ લોકો સુધી હજી સુધી પહોચી નથી. જેથી પારાવાર મુશ્કેલીઓ અને અગવડો ભોગવી રહેલા આ નિઃસહાય લોકોના જીવનમાં પડતી તકલીફોમાં રાહત કરવાના હેતુથી
રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા દસેય ઝૂંપડાઓમાં સોલાર લાઈટો ફિટ કરી આપવામાં આવી હતી.સવાર થીજ ધંધો કરવા માટે ગામો ગામ જવા નીકળી જતી આ વસ્તીના લોકો જ્યારે સાંજે ઘેર આવે ત્યાં અંધારું થઈ જતું હોય છે.
કોઈપણ પ્રકારની અજવાળાં માટેની સુવિધા અત્યાર સુધી નહીં હોવાથી અંધારે જ બહેનો રસોઈ બનાવતી અને પરિવાર પણ અંધારે જ વાળું કરતો હતો. જેમાં હવે મોટી રાહત મળશે અને રાતના સમયના નાના મોટા કામકાજમાં સુલભતા વધશે.
ભણતા બાળકો હવે રાત્રે પણ અભ્યાસ કરી શકશે અને વાંચી શકશે.

અત્યારના સમયમાં ખાસ જરૂરી એવો મોબાઈલ જે ચાર્જ કરવા સુસવાસ ગામ માં જવું પડતું હતું અને ચાર્જ થાય ત્યાં સુધી રાહ જોઇને બેસી રહેવું પડે અથવા મુકવા જવાના અને લેવા જવા ના ધક્કા ખાવા પડતા હતા જે હવે ઘરે બેઠા મોબાઈલ ચાર્જ કરી શકાશે

રાતના સમયે અંધારામાં જીવ, જંતુ કે વીંછી કરડવાના બનાવો અગાઉ બન્યા છે.જેમાં હવે બચાવની અને જીવના જોખમની શકયતાઓ ઘટશે.

આ સોલાર કિટમાં 3 એલઈડી બલ્બ આવતા હોય ઝૂંપડાના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જરૂરી અજવાસમાં ખુબજ અસરકારક અને ઉપયોગી સાબિત થશે.આ સોલાર સિસ્ટમમાં એકી સાથે 3 બલ્બ ચાલુ કરી શકાય છે.જે 6 કલાક સુધી સતત ચાલુ રહે છે.જો ફક્ત એક બલ્બનો ઉપયોગ કરવામાં આવે તો 16 કલાક સુધીનું બેકઅપ મળે છે.

આમ આવા નાના મોટા અનેક પ્રકારના ફાયદાઓ અને સગવડતા ફક્ત સોલાર લાઈટો લગાવી દેવાથી આ જરૂરતમંદ પરિવારોને પ્રાપ્ત થશે.આ પ્રોજેક્ટ જનકભાઈ પી. રાવલ અને ચિતરંજનભાઈ અંબાશંકરભાઈ શાસ્ત્રી, વડોદરાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!