Halvad-Morbi સુદામાની ઝોળી” ૭૫ વર્ષના નિરાધાર માજીને ચાર માસ ચાલે એટલું અનાજ અને કરીયાણું ભરી આપવામાં આવ્યું હતું.

મોટી ઉંમરે પણ મજૂરી કરીને પેટનો ખાડો પુરવા સતત પ્રવૃત અને મહેનતુ એવા માજી હોટેલમાં વાસણ ધોઈને છૂટક મજૂરીનું કામ કરતા હતા.કોરોના કાળમાં હોટલો બંધ રહેતી હોવાથી જ્યાં કામે જતા ત્યાંથી છુટા કરી દેવામાં આવ્યાં હતાં.

ત્યાર પછી તેઓ સ્લીપ થઈ જતા પગમાં વાગ્યું હતું.
જેથી દુખાવાના હિસાબે કામ માટે દૂર કે બહાર આવવા જવામાં અને મહેનત વાળું કામ કરવામાં તકલીફ સહન કરતા હતા.
હાલ કોઈ આવકનો સ્ત્રોત નહિ હોવાથી ભારે હાડમારી ભોગવતા માજીને મદદની ખાસ જરૂર હતી એવા સમયે એમની હાલાકી દૂર કરવાનો રોટરી ક્લબ હળવદ દ્વારા એક નાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ માટેનું ડોનેશન સ્વ: સુશીલાબેન વાસુદેવભાઈ જોશીના સ્મરણાર્થે,

હસ્તે: સુપુત્ર મનોજભાઈ જોશી તથા દીપકભાઈ જોશી તરફથી આપવામાં આવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!