Morbi-મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાની ચોરી કરનાર દંપતી ઝડપાયુ!ચોરીનો માલ એક દિવસમાં વેચી પણ નાખ્યો, વાહન સાથે દંપતીની ધરપકડ.

મોરબી શહેરના શનાળા રોડ પર વિવિધ સ્થળેથી ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હોય જે મામલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવતા ચોરી કરનાર મહિલા સહીત બે ઇસમોને વાહન સાથે ઝડપી લેવાયા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી નગરપાલિકાની ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરીના બનાવ મામલે નગરપાલિકા નાં કર્મચારી હીતેશભાઈ રવેશિયા એ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરા મારફત તપાસ ચલાવતા જીજે ૧૩ એડબલ્યુ ૨૧૩૨ નંબરના કેરિયર વાહનનો ઉપયોગ ચોરીમાં કરાયો હોય જે વાહન ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના બી. બી. ઝાલાના નામે હોય અને પૂછપરછ કરતા વાહન સાતેક માસ અગાઉ પીન્ટુ કમાભાઈ દેવીપુજક રહે હાલ. મોરબી સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને વેચી નાખ્યાનું જણાવ્યું હતું જેથી એ ડીવીઝન પોલીસ મથક પોલીસ ટીમે પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને તેની પત્ની ગીતાબેન દેવીપુજકની સઘન પૂછપરછ કરતા મોરબીમાં છ સ્થળેથી ઢાંકણા ચોરી કર્યાની કબુલાત આપી હતી. અને ચોરીનો માલ ભંગારના ડેલાવાળા મુસા અલી કુરેશીને વેચ્યાની કબુલાત આપી હતી.
જેથી પોલીસે આરોપી પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને ગીતાબેન પીન્ટુ દેવીપુજક રહે. બન્ને મોરબી-૨ સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને ઝડપી લીધા છે. અને અન્ય આરોપીની તપાસ શરૂ કરી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!