Virpur-Rajkot યાત્રાધામ વિરપુરમાં I.C.D.S જેતપુર ઘટક દ્વારા મહાત્મા ગાંધી જયંતીએ હેન્ડવોસ કાર્યક્રમ યોજાયો.

યાત્રાધામ વિરપુર જલારામધામમાં બીજી ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જયંતીના દિવસે રાષ્ટ્રીય વિરપુર ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે આઈ.સી.ડી.એસ ઘટક જેતપુર દ્વારા વિરપુર સહિતના જેતપુર તાલુકાના 12 ગામમોમાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના ભાગ રૂપે હેન્ડવોસ કેમ્પઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરી કિશોરીઓ,સગર્ભામાતાઓ અને ધાત્રી માતાઓ સહિત 100 જેટલા લાભાર્થીઓને હેન્ડવોસ કીટ તથા પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગાંધી જયંતી નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો,આ કાર્યક્રમમાં વીરપુર ભાજપ અગ્રણી વેલજીભાઈ સરવૈયા તેમજ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ   નારણભાઈ ઠુંગા ઉપસ્થિત રહ્યાં હતાં આ હેન્ડવોસ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.સી.ડી.એસ સુપરવાઈઝર હીનાબેન લશ્કરી તથા નોડલ ઓફિસર ભૂમિતભાઈ અમૃતિયા તેમજ એડશનલ અધિકારી મનોજભાઈ ડોડીયા તથા આંગણવાડીના તમામ વર્કર બહેનો,હેલ્પર બહેનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો.

વીરપુર:-કિશન મોરબીયા દ્વારા.

error: Content is protected !!