Halvad-Morbi હળવદ ના વેપારીઓ વિવિધ પ્રશ્નોનો મામલે ઉચ્ચ કક્ષાએ ‌લેખિત‌મા રજુઆત કરી.

હળવદ સરા રોડ પર અને ધાંગધ્રા દરવાજા પાસે ઘણા સમયથી  ટ્રાફિક સમસ્યા પ્રશ્નો  અને ‌‌મુતરડી ના ગંદા પાણી સહિતના  પ્રશ્નો નો  સતાવી રહ્યો છે  હળવદ ના દરવાજા બહાર વેપારીઓએ લારી ગલ્લાવાળા તેમજ પાથરણાવાળા અને  ઓટો  રિક્ષાવાળા આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે જેના કારણે વેપારીઓને વેપાર-ધંધા પર માઠી અસર પડે છે અવારનવાર ગ્રાહકો અને વેપારીઓ  વચ્ચે બોલાચાલી  ના બનાવો ‌બને છે તેમ છતાં લારી ગલ્લાવાળાઓને આડે થી  લારી ગલ્લાવાળા  દુકાનથી દુર કરતા નથી

તેમજ  ધ્રાગધ્રા દરવાજા બહાર આવેલ  મુતરડી  સમય સર સફાઈ નહીં કરતા  ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળે છે   હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં મુતરડી ના ગંદા પાણીના કારણે  તીવ્ર ગંધ મારે છે જેના  કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે  બંને પ્રશ્નોનો મામલે મોરબી જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડાને અને  સમસ્યાના મામલે હળવદના વેપારીઓએ  આવેદનપત્ર આપ્યું હતું જેમાં વિજયભાઈ ઠાકર. ભગવાનજીભાઈ પટેલ. જીગ્નેશ ભાઈ શેઠ  રસિકભાઈ પ્રજાપતિ સહિતના વેપારીઓ ‌જોડાયા હતા.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!