Gondal-Rajkot ગોંડલ ની સબ જેલમાં કેદીઓ સાથે છ શખ્સોની ડિનર પાર્ટી : જેલર પરમારની રાજપીપળા બદલી હિસ્ટ્રીશીટર પાસેથી બે ફોન, પાવરબેંક, ડોંગલ, રોકડ ૧૫ હજાર મળતા ખળભળાટ:કેદી ને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર નો કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેદી ઓ માટે સબ જેલ સ્વર્ગ સમાન..?

કેદીઓ ને સવલત નાં મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ગોંડલ ની સબજેલ માં મોબાઈલ,ડોંગલ અને રોકડ રકમ જડતી સ્કોડ ને મળી આવ્યાં ની ઘટનાં નાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.જેલ તંત્ર દ્વારા જેલર ડી.કે.પરમાર ની રાતોરાત નમઁદા જીલ્લા નાં રાજપીપળા ખાતે બદલી કરી નંખાઇ છે.અને મળી આવેલ મોબાઈલ,રોકડ ઉપરાંત કયાં કેદી ને જેલ દ્વારા કેવી સુવિધાઓ મળતી હતી તે સહીત ની તપાસ સીટી પીએસઆઇ ઝાલા દ્વારા તપાસ હાથ ધરાઇ છે.જેલ નાં અન્ય કેટલાંક કમઁચારીઓ પર પણ તવાઇ આવનાર હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ હતું.
સબજેલ ની ઘટનાં અંગે આજે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા તથાં પીઆઇ સંજયસિંહ જાડેજા દ્વારા સીટી પોલીસમથકમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવાયું હતું કે મંગળવાર ની રાત્રે દશ કલાકે સબજેલ માં અધિક પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદ ની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં જેલ નાં આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ સેખવા,દિવ્યરાજસિંહ જાડેજા,જયેશભાઈ ગોહીલ,નિખિલ દોંગા,અમિતભાઇ પડારીયા વિડીયો કોન્ફરન્સ ની રુમમાં બેઠાં મળી આવ્યાં હતાં.જેમાં રાજુ શેખવા પાસેથી બે મોબાઈલ તથાં જીઓ કંપની નું ડોંગલ મળી આવ્યું હતું.જેલ ની અંદર નિખીલ દોંગા,અમીત પડારીયા,તથાં અનધિકૃત રીતે જેલ માં આવેલાં જયેશ દવે,જીતેન્દ્ર વનરાજભાઇ,અજય બોરીચા,નિકુલ દોંગા,જીજ્ઞેશ ભુવા તથા કલ્પેશ ઠુંમર ચેકીંગ વેળા ગોળ કુંડાળું વળી જમવાં બેઠેલ હતાં તેમાં જડતી સ્કોડ ને જોઈ નાશભાગ મચી જવાં પામી હતી.સ્કોડ ને તેની આજુબાજુ ની જગ્યા માં થી ત્રણ મોબાઈલ,ચાર્જર,આધારકાડઁ,ચુંટણી કાડઁ એટીએમ કાડઁ,ડ્રાઇવિંગ લાઇસન્સ તથાં હથીયાર લાઇસન્સ ની કોપી ઉપરાંત પાકીટ માં થી રોકડ રુ.પંદર હજાર બસ્સો મળી આવ્યાં હતાં.
કોરોના ને કારણે હાલ જેલ મુલાકાત બંધ હોવાં છતાં અને સાંજે સાત વાગ્યે મુખ્ય ગેઇટ બંધ કરી દેવાયો હોવાં છતાં જેલ નાં ગેઇટ અમલદાર લાખાભાઈ કોડીયાતરે છ વ્યક્તિ ઓ ને અનધિકૃત જેલમાં પ્રવેશ આપી જડતી સ્કોડ નાં ચેકીંગ વેળા બહાર મોકલી આપ્યાં સહીત ની વિગતે જડતી સ્કોડ નાં જેલર દેવશીભાઇ કરંગીયાએ સીટી પોલીસ માં ફરીયાદ કરતાં પીએસઆઇ બી.એલ.ઝાલા એ તપાસ હાથ ધરી નિકુલ તુલસીભાઇ દોંગા ની અટક કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જડતી સ્કોડ નાં ચેકીંગ વેળા જેલ નો ગેઇટ બંધ કરી દેવાયો હતો.પરંતું બહાર થી આવેલી છ વ્યક્તિઓ ને હવાલદારે ગેઇટ ખોલી ભગાડી દિધી હતી.
તપાસનિશ પીએસઆઇ બી એલ ઝાલા એ જેલ સતાધીસો પાસે થી આરોપીઓ ની વિગતો માંગી બહાર થી આવેલાં વ્યક્તિઓ ની શોધ ખોળ શરું કરીછે.

ત્યારે જે કેદી ઓને મળવા આવ્યા હોય તેવા કેદી ઓને પણ અન્ય જિલ્લા ની જેલમાં ટ્રાન્સફર કરી દેવા જોવે પણ તેવા કેદી ને ગોંડલ ની સબ જેલમાં રાખ્યા હોય તે પણ ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.આવા કેદી ઓ જેલમાં તમામ પ્રકારની સવલત મળતી હોય જેથી કરી કેદી ઓ માટે ગોંડલ ની સબ જેલ અયાશી નો અડ્ડો બનવા પામી છે.

error: Content is protected !!