Morbi-મોરબી નાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સની માંગ.


મોરબી માં તાજેતરમા શહેરના ગેસ્ટ હાઇસ રોડ પાસે મેઇન પોસ્ટ ઓફિસ આવે છે. જેથી શનાળા રોડ અને રવાપર રોડ પર રહેતા લોકોને પોસ્ટના કામકાજ માટે ત્યાં સુધીનો ધક્કો થાય. માટે મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી.ની સામે નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવામાં આવે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા પોસ્ટ માસ્તર જનરલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. કેમ કે મોરબી શહેરમાં આવેલ શકિતપરા પોસ્ટ ઓફિસ એકા એક બંધ કરી દીધેલ છે અને તે પોસ્ટ ઓફિસ શકત શનાળા ગામે ચાલુ કરેલ છે. જેના કારણે મોરબીમાં આવેલ શનાળા રોડ, જી.આઈ.ડી.સી., હાઉસીંગ બોર્ડ, શકિત પ્લોટ, રવાપર રોડ, લાતી પ્લોટ તેમજ વાડી વિસ્તાર સહિતનાં વિસ્તારમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લોકોને રોજબરોજનાં પોસ્ટના કામકાજ માટે મોરબીની મુખ્ય પોસ્ટઓફિસે ધક્કો થાય છે. અને કોરોનાના કારણે મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં ભારે ભીડ રહે છે. અને શકતશનાળા ગામની પોસ્ટ ઓફિસ મોરબીથી આશરે ત્રણ થી ચાર કિલોમીટર દૂર થાય છે. માટે અબાલ – વૃધ્ધ, મહિલાઓ સહિતના લોકોને ભારે તકલીફ વેઠવી પડે છે જેથી લોકોની સુખાકારી માટે શહેરમાં જી.આઈ.ડી.સી., નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવાની માંગ કરી છે. અહીં એ વાત જણાવી દઇએ કે આ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પોષ્ટ ઓફીસ હતી જ પણ ઘણા સમય પહેલાં બંધ કરી દેવામાં આવી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!