Jasdan-Rajkot નિસ્વાર્થ સેવા સમિતિ જસદણ ની મહિલા પાંખ દ્રારા કોરોના ના દર્દીઓ માટે શક્તિ વર્ધક બિસ્કીટ ની વ્યવસ્થા.

જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દુધ અને મધનું મિશ્રણ ધરાવતા શક્તિ વર્ધક બિસ્કીટ દર્દીઓની ઈચ્છા મુજબની માત્રામાં કાયમી ધોરણે મળી રહે તે માટે ની નિસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્વારા પ્રેરણા દાયક વ્યવસ્થા કરવામાં આવી છે

જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એમ.મૈત્રી સાહેબ ડો.તાવિયા સાહેબ તેમજ જસદણ આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ ના હસ્તે દર્દીઓને બિસ્કીટ નું વિતરણ કરાવી નિસ્વાર્થ સમિતિ નું વધુ એક સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આ તકે નિસ્વાર્થ સેવા સમિતિ જસદણના હર્ષાબેન ચાવડા અલ્કાબેન ઉપાધ્યાય મંજુલાબેન મકવાણા ડિમ્પલબેન સંઘવી હિમાંશીબેન ઝાપડીયા ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!