Morbi-મોરબીમાં રાહત ભાવે નાસ નાં મશીન અને માસ્કનું વિતરણ.

મોરબી શહેર અને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વધી છે ત્યારે તેની સાકળ તોડવા માટે સોશિયલ ડીસટનસ અને મોઢા ઉપર માસ્ક પહેરવું જરૂરી છે. જ્યાર ઘરેલુ ઉપચાર માં ગરમ પાણીના નાસ લેવા અને ફળના રસ, હળદર વાળું દૂધ જેવી વસ્તુઓ ખોરાક માં લેવી પરંતુ નાસ લેવા માટે હવે મશીન આવી ગયા છે. તેથી રાહત ભાવે નાહ ના મશીન અને માસ્ક નું વિતરણ શ્રી મોરબી માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને કોરોના અંગે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વિતરણ થઇ રહ્યું છે. કોરોના મહામારી ના કારણે ભીડવાળી જગ્યા માં લોકો જવાનું નાપસંદ કરે છે. પણ જવુ હોય તો માસ્ક પહેરીને જવુ હિતાવહ છે. તેમજ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા ઉકાળો પીવો, ગરમ પાણીના નાહ લેવા જેવા ઘરેલુ ઉપચાર છે.પણ નાસ લેવા માટે હવે મશીન આવી ગયા છે જેની બજાર કિંમત રૂપિયા સાડા ત્રણસો જેવી છે જેથી રાહત ભાવે રૂપિયા એક સો માં મશીન અને દશ રૂપિયા માં માસ્ક નુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એ મશીન અને માસ્ક ની ખરીદી કરી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!