Maliya Miyana-Mirbi માળિયા મી નાં વેણાસરમાં જીંગા મચ્છી મામલે બોલેલી બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા: સામસામી નોંધાઇ ફરિયાદ.


માળિપટ મી. તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેરમાં વિસીપરાના રહેવાસી અલી કાસમ કટિયાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેના ફુઈના દીકરા આલમ વલીમાંમદ મોવરને આરોપી અલી મામદ મોવર, રફીક અલીભાઈ મેર, રિયાજ અલીભાઈનો જમાઈ અને સલીમ અલીભાઈ મેર રહે. બધા માળિયાં મિયાણા વાળાએ વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખીને ધારિયું મારી તેમજ તલવારના ઘા ઝીકી આલમ વલીમાંમદ મોવરને માથાના ભાગે લાકડી અને ધોકાના ઘા મારી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે રોશનબેન શોકતઅલી મેર રહે. માળિયા મી. વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ શોકતઅલી મામદભાઈ મેરને આરોપી આલમ વાલીમાંમદ મોવર રહે. જુના અંજીયાસર વાળા સાથે જીંગા મચ્છીમારી કરવા બાબતે બોલાચાલી થયેલ જેનો ખાર રાખી આરોપીઓએ રોશનબેન અને શોકતઅલી મેરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!