Dhoraji-Rsjkot રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું.

રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં અનેકવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોઈપણ જાત નાત ભેદભાવ વગર lockdown ની સ્થિતિ માં પણ સેવાકીય પ્રવૃત્તિ કરેલ બાદમાં દર્દીઓ માટે વિનામૂલ્યે ઓક્સિજનની સુવિધાવાળી એમ્બ્યુલન્સની પણ તાજેતરમાં જ ખુલ્લી મૂકી હતી આ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ધોરાજીની કોરોના હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને રોડ અને બિસ્કીટનું વિતરણ કરેલ હતું આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસૅટીયન મામલતદાર કિશોરભાઈ જોલપરા તેમજ સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ બસીર બાપુ સૈયદ મકબુલભાઈ ગરાણા બોદૂભાઇ ચોહાણ બાસીતભાઈ પાનવાલા હમીદભાઈ ગોડીલ હનીફભાઈ ગરાણા સબીરભાઈ ગરાણા સહિતના અગ્રણીઓના હસ્તે ફ્રૂટ વિતરણ કરાયું હતું આ તો કે સામાજિક કાર્યકર મકબુલ ભાઈ ગરાણા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધોરાજીના આંગણે ચાર તાલુકાના લોકોને લાભ મળે તેવા હેતુથી કોરોના હોસ્પિટલનું નિર્માણ કર્યું એ બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!