Morbi-સુરતમાં છેતરપીંડીના ગુન્હ્માં ચાર વર્ષથી નાસતા ફરતા બે ઇસમોને મોરબી પોલીસે ઝડપ્યા.

સુરત શહેરમાં છેતરપીંડીના ગુન્હામાં ચાર વર્ષથી બે ઈસમો નાસતા ફરતા હોય જેને મોરબી ડીવાયએસપી ટીમે મોરબી ખાતેથી ઝડપી લઈને સુરત પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.

જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હોય જે ટીમ વણઉકેલ્યા ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન મહીધરપુરા પોલીસ મથક સુરત શહેરમાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં આરોપી રમેશ કરશન કાવર અને પ્રવીણ લીંબાભાઈ રાણીપા એ બંને મોરબી શહેરમાં હોવાની બાતમીને આધારે બંનેને ઝડપી લઈને મહીધરપુરા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!