Gondal-Rajkotગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા કરારી ખેતી બિલ ના વિરોધ મા મામલતદાર ને અપાયું આવેદન.

ગોંડલ યુવા કૉંગ્રેસ ના પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા(કાલમેઘડા) દ્વારા ભારત સરકાર દ્વારા જે ત્રણ કાયદા બહાર પાડ્યા છે તે કરારી ખેતી કહી શકાય. ભારત મા ખેડૂતોને કોઈ ખેતી કરવી કે નહીં તેની ખેડૂત ને સ્વતંત્રતા છે જ, તેને ફરજ પાડી શકે નહીં. ખેડૂત સાથે આ કરાર કરનાર વિદેશી કંપનીઓ પણ હોઈ શકે અને ઉત્પાદન તથા વેચાણ પર વગેરે બધી બાબતો પર તેનો અંકુશ રહેશે અને વિદેશી કંપનીઓ ના હાથમાં જતી રહેતા પાકનો સારો બોલી ભાવ મળતો ખેડૂત માટે મુશ્કેલી ઉભી કરશે.જેથી કરારી ખેતી બિલ રદ કરવા મામલતદાર ને આવેદન આપી ગોંડલ યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જે જાડેજા (કાલમેઘડા) તથા યુવા કૉંગ્રેસ સોશ્યલ મીડિયા પ્રમુખ કુલદીપસિંહ એન જાડેજા (કેરાળી) દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!