Virpur-Rajkot યાત્રાધામ વીરપુર માં SBI નું એટીએમ શોભા નાં ગાંઠિયા સમાન.કચરા એટીએમ હોય તેવા દ્રષ્યો જોવા મળે છે.

યાત્રાધામ વીરપુર કે જ્યાં રોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે આવે છે. તેઓની આર્થિક વ્યવસ્થા માટે એસબીઆઈ દ્વારા એક એટીએમ તો મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં નાણાં તો હોતા નથી અને કેબીનમાં કચરો જ કચરો નજરે પડે છે

યાત્રાધામોમાં રોજ હજારો મુસાફરોની અવરજવર હોય છે. અને ડીઝીટલ યુગમાં આર્થિક વ્યવહાર માટે લોકો રોકડની જગ્યાએ વિવિધ પ્રકારના કાર્ડ પોતાની સાથે રાખતા થઈ ગયા છે. જેમાં યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાના દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવે છે આ યાત્રાળુઓના આર્થિક વ્યવહાર માટે એસબીઆઈ દ્વારા ગામના મુખ્ય ચોકમાં એક એટીએમ રાખવામાં આવ્યું છે.

પરંતુ આ એટીએમ શોભાના ગાંઠિયા સમાન છે. જ્યારે પણ કોઈ ગ્રાહક તેમાંથી પૈસા ઉપાડવા જાય ત્યારે તેમાં રોકડ રકમ હોય જ નહીં મશીન હમેશા ખાલી જ જોવા મળતું હોવાનું વેપારી અગ્રણીઓએ જણાવેલ આ મશીનને અહીં મુક્યા બાદ બેંકે પણ તેની સફાઈની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેમ કેબિનમાં પૈસાને બદલે કચરાપેટી હોય તેમ તેમાં કચરો જ નજરે પડે છે. થોડા દિવસ પૂર્વે તો એક માદા શ્વાને એટીએમ કેબિનને જ પોતાનું ઘર બનાવી લીધું હતું અને તેમાં જ ગલુડિયાઓને જન્મ આપ્યો હતો. યાત્રાધામમાં આવા મશીનમાં મની જ ન હોવાથી સ્થાનિકોએ પૂરતા નાણાં રાખવાની અને સફાઈની માંગ કરી હતી.

વીરપુર:-કિશન મોરબીયા દ્વારા.

error: Content is protected !!