Jasdan-Rajkot શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

જસદણ માં પશુ પાલકોએ ઢોરને રસ્તા ઉપર છૂટા મૂકી દેતા લોકો બન્યા ભયભીત જસદણ શહેરમાં સમસ્યાઓ ઠેરની ઠેર છે. છતાં સ્થાનિક તંત્ર કુંભકર્ણની માફક ઊંઘતું રહે છે. જેના કારણે શહેરના જાહેર માર્ગો સહિતના વિવિધ વિસ્તારોમાં રઝળતા ઢોર સતત અડીંગો જમાવી બેસતા રહે છે . જેથી રાહદારીઓ અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. છતાં નીંભર પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી અને ચૂપચાપ તમાશો જોયા કરતા હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેથી જસદણ નગરપાલિકા દ્વારા રઝળતા ઢોરને ડમ્બે પુરવાની કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ક્યાં – ક્યાં વિસ્તારોમાં રઝળતા ઢોર ડિંગો નાખી ને બેસે છે જસદણ શહેરની મેઈન બજાર , આટકોટ રોડ , વિંછીયા રોડ , ચોટીલા રોડ , ટાવરચોક , મોતીચોક , નવા બસસ્ટેન્ડ , ચિતલીયા કુવા રોડ , ચોટીલા રોડ , ગઢડીયા રોડ અને ખાનપર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રઝળતા ઢોર સતત અડીંગો જમાવી બેસતા રહેતા હોવાથી અવાર – નવાર જાહેરમાં આખલા યુદ્ધ જોવા મળી રહ્યા છે . જેના કારણે અનેક લોકો આવા યુદ્ધમાં ઘવાયા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. હાલ રાહદારીઓ અને વાહનચાલકોને માર્ગ ઉપર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. છતાં નીંભર નગરપાલિકા તંત્ર રઝળતા ઢોરને પકડવાના બદલે આંખ આડા કાન કરતું હોવાથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે . આ અંગે શહેરીજનો દ્વારા પાલિકાને અનેકવાર રજુઆતો કરવામાં આવી છે . છતાં આજદિન સુધીમાં કોઈ જ પગલા પાલિકા દ્વારા ભરવામાં આવ્યા નથી . ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા તાત્કાલીક રઝળતા ઢોરને ડમ્બે પુરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.


error: Content is protected !!