Halvad-Morbi કવાડિયા ગામેથી વાડી વિસ્તારના રસ્તા પર દબાણ હોવાથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

હળવદ તાલુકાના કવાડીયા ગામેથી વાડી વિસ્તારના રસ્તે જવા માટે અમુક લોકોએ કાંટાની વાડ અને વાડા કરી ને રસ્તા પર દબાણ કરતા ખેડૂતોને વાડીએ જવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ બાબતે ગામના સરપંચને ખેડૂતોઓએ અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તા પર નુ દબાણ દૂર નહિં થતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્વરે દબાણ દૂર કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં ૫૦ જેટલા ખેડૂતો ઓને કવાડિયા ગામેથી પોતાના ખેતર વાડી જવા માટે રસ્તે રસ્તામાજ ગામના અમુક લોકોએ દ્વારા કાંટાની અને વાડા કરી ને દબાણ કરતા ખેડૂતોને વાડીએ જવા માટે અને ખાતર . પાક ટ્રેક્ટર લઈ જવા માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

આ બાબતે ગામના ખેડૂતોએ અ ગામના સરપંચ ને રજૂઆત કરવા છતાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી આ અંગે અશ્વિનભાઈ ઠાકોર.વિક્રમભાઈ.નાગજીભાઈ .સહિતના ખેડૂતો જણાવ્યા પ્રમાણે અમારા ગામ થી અમારે અમારા ખેતર વાડીએ જવું હોય ત્યારે રસ્તામાં કાંટાની વાડ અને વાળાઓને દબાણો હોવાથી અમારે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે આ બાબતે અમે ગામના સરપંચે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર કરે તેવી અમારા ગામના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે તેમ જણાવ્યું હતું

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!