Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીનાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખતી પોલીસ બે શખ્સોનીધરપકડ ૫૮,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો તપાસનો ધમધમાટ.


ધોરાજીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાંખી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યપવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય જ્લ્લિાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવીણભાઈ મીણા તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકએ ચોરીના ઇનડીટેક્ટ ગુન્હાના ગુૂનાના આરોપી મુદ્દામાલને પકડી આવા ગુનાઓ બનતા અટકાવી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને ધોરાજીનો ગુનો અનડીટેક્ટ હોય અને તેમાં ફરિયાદીના ગોડાઉનમાંથી પાનબીડીના પેકેટો કુલ ૬૦.૦૦૦ની ચોરી થયેલ હોય જે અંગે પોલીસ પેટ્રોલીમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે ધોરાજી નારીયેલી મસ્જીદ પાસે રહેતા રફીકભાઈ અબુબકર બુખારી તેના રહેણાંક મકાને તેના મિત્ર સીદીક મકસુદભાઈ મેમણ સાથે ગેરકાયદેસર બાચકા બનાવી હેરાફેરી કરતા હોવાની હકીકત મળતા તુરત જ તે જગ્યા જઇ જોતાં બાચકાઓમાં બીડી તમાકુના પેકેટો હોય, બીડી તમાકુના પેકેટની કુલકિંમત ૫૮,૪૮૦નો મુદ્દામાલ રિકવર કરી ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.

આ બનાવમાં રફીક અબુબકર બુખારી જાતે સૈયદ (ઉ.૨૮) ધંધો મજુરી, રહે.મોચી બજાર, નારીયેલી મસ્જીદ પાસે ધોરાજી) અને સીદીક મકસુદભાઈ વાઘરીયા જાતે મેમણ ઉ.30 ધંધો મજુરી રહે. ચીસ્તીયા કોલોની બ્લોક નં. બી-૮ રુમ નં. ૧૧૪ ગ્રાઉન્ડ ફલોર ધોરાજીવાળા નામના બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ કામગીરી એચ.જે. જાડેજા-પોલીસ ઇન્સ્પેક્ટર, બી. એચ. ગંભીર-એએસઆઈ, ચંદ્રસિંહ તેરસિંહ વસૈયા-હેડ કોન્સ્ટેબલ, અનિરુધ્ધસિંહ ઝાલા (કોન્સ્ટેબલ, સહદેવસિંહ રણજીતસિંહ ચૌહાણ પ્રદીપસિંહ મહીપતસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!