Virpur-rajkot વીરપુરમાં ખેડૂતો એ ભારે વરસાદ ને લઈને પાક નિષ્ફળ જતા ખેતરમાં જ મગફળી સળગાવી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે મોટા ભાગનો ખેડૂતનો પાક નિષ્ફળ જવાથી જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે, પાક નુકશાનીનો સર્વે ક્યારે મળશે તેની રાહ જોવી કે બીજા પાક માટે ખેતર સાફ કરવું અને હવે ખેતર સાફ કરાવવાની મજુરીના પૈસા પણ નથી રહ્યા. જેથી વીરપુર પંથકના કેટલાય ખેડૂતોએ આજે પોતાના ખેતર કે જેમાં મગફળી કાઢીને રાખી હતી તેના પર બે દિવસથી સતત વરસાદ પડતાં હવે તે મગફળીના પાક કામનો જ ન રહેતા પાક જ સળગાવી નાખ્યાં છે.

આ અંગે વીરપુર પંથકના ખેડૂતોએ જણાવેલ કે, અહીંના ખેડૂતોએ ખેતરમાં લાખોનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત કોપાયમાન થતા ભારે વરસાદે ઉભા પાકનો સોથ વાળી દેતા ખેડૂતોના પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો, જે રીતે સરકારે સર્વે કરાવીને રાહત મળશે તેવી જાહેરાત કર્યા બાદ સર્વેની રાહ જોયા વગર ખેતર સાફ કરાવવાની મજુરી પણ પરવડે તેમ નથી જેને લઈને અમો ખેડૂતોએ અમારા ખેતરમાં આગ લગાવીને પાક બાળી નાખ્યો છે.

  આ અંગે ખેડૂતોએ જણાવેલ કે, અમોએ મગફળીનો પાક પાકી જતા કાઢીને રાખ્યો છે જે મગફળીના એક છોડમાં વીસથી પચીસ દાણા હોય તેમાં હાલ માત્ર પાંચથી છ જ દાણા જોવા મળે છે અને તે દાણાની ખોલતા અંદર મગફળીનો દાણો જ નથી નીકળતો અને અમારે હાલ બીજા પાકનું પણ વાવેતર કરવું હોવાથી અમારે ખેતર સાફ કરવા માટે પાક સળગવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

વીરપુર:-કિશન મોરબીયા દ્વારા.

error: Content is protected !!