Halvad-Morbi હળવદ તાલુકાના ઇસનપુર ગામની પ્રેમ લગ્ન કરનાર યુવતી કોર્ડમાં હાજર થતા પરિવારજનો અપહરણ કરતા પોલીસ દોડી આવતા અપહરણનો પ્રયાસ નિષ્ફળ.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામ ગામના માનસિંગભાઈ ગણેશભાઈ રંગાડીયા ની પુત્રી ગોપિકા બેન એ વઢવાણ તાલુકાના ખેરાળુ ગામના હાર્દિક બાવરવા સાથે આજથી બે માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે યુવતીએ પટેલ સમાજ ના યુવક સાથે  પ્રેમલગ્ન કરતાં યુવતીના પરિવારજનોને મંજુર ન હોવાથી યુવતીને પિતાએ  સચૅ વોરંટ કઢાવતા  યુવતી હળવદ કોર્ટમાં હાજર થવા માટે બુધવારે બપોરે કોર્ટમાં આવે ત્યારે યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી રચી કાવતરું રચી અને ગાડીમાં લાકડાના ધોકો અને મરચાની ભુકી લઈ યુવતીને સાથે ઝપાઝપી કરી હતી ને અપહરણ  કરી ને કરી કારમાં   લઈ જતા તે દરમિયાન કોર્ટમાં હાજર રહેલી પોલીસ દોડી આવતા યુવતીને અપહરણ કરતા બચાવી લેવામાં આવી હતી ત્યારે  પોલીસ ની આંખ માં મરચાની ભૂકી ફેંકતાં દોડધામ મચી જવા પામી હતી.
 અંગેની ફરિયાદ ગોપિકા બેન હાર્દિકભાઈ બાવરવાએ હળવદ પોલીસમાં ફરિયાદ કરેલ નથી જેમાં કૈલાશબેન માનસીગભાઈ રંગાડીયા .નીરૂપાબેન શામજીભાઈ રંગાડીયા. ગીતાબેન પ્રવીણભાઈ રંગાડીયા. વનીતાબેન અશોકભાઈ રંગાડીયા .શામજી ભાઈ જેઠા ભાઈ રંગાડીયા  .અનસુયાબેન અનિલભાઈ રંગાડીયા.રહેવાસી નવાઈસનપુર .તેમજ લીલાપુર ગામના જોસનાબેન અશ્વિનભાઈ લકુમ સહિતના ૭ શખ્સોને પોલીસે ઝડપી પાડી ને હોમ ક્વોરોન્ટાઈન કયો હતા આરોપી જ્યારે માનસિંગભાઈ ગણેશભાઈ રંગાડીયા. અશોકભાઈ દેવજીભાઈ. રંગાડીયા. પ્રવીણભાઈ ગણેશભાઈ રંગાડીયા સહિતના ૩ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન   કર્યા હતા આમ હળવદ પોલીસેએ હળવદ કોર્ટમાં ના ગેટ પર યુવતીને અપહરણ કરતા બચાવી લેવામાં આવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!