Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં 70 બેડની મંજૂરી પણ હાલ 35 બેડ ચાલુ કરાશે ડે.કલેક્ટર મીયાણી.


ધોરાજી ખાતે આગામી તા. 21-9ને સોમવારથી આધુનિક સુવિધાઓથી સજ્જ કોરોના કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવનાર છે.આ સરકારી હોસ્પિટલ ખાતે 70 બેડની આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાશે જે અંગે સરકારી હોસ્પિટલની ડેપ્યુટી કલેક્ટર મીયાણીએ મુલાકાત લીધી હતી અને જરુરી સુચનાઓ આપેલ હતી.

આ હોસ્પિટલમાં અત્યારે રાત દિવસ ફર્નિચર તેમજ જરૂરી ઓક્સીજન પાઈપ એસી સહિતની સુવિધાઓ જરૂરિયાત મુજબ ચાલુ કરાશે.હાલનાં તબક્કે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે 35 બેડ ચાલુ કરી છે અને વધારે દદીઓ આવે તો વધુ 35 બેડની સુવિધાઓ અંગે કામગીરી શરુ કરાય છે.

આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ માનવ સેવા યુવક મંડળના પાણીના પરબ ખાતે કોરોના સેમ્પલ સેન્ટર ચાલુ કરાયું છે. આ તકે ડેપ્યુટી કલેક્ટર મીયાણી ને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને અધિકારીઓએ માનવ સેવાની મુલાકાત લીધી હતી. આ તકે ધર્મેન્દ્રભાઈ બાબરીયા, ભોલાભાઈ સોલંકી એ તમામ લોકોનેઆવકારેલ હતાં.

સેવાકીય પ્રશ્નો માટે માનવ સેવા પાણીનું પરબ કોરોના સેમ્પલ યુનિટ ચાલુ કરવા બદલ ડેપ્યુટી કલેક્ટર અને અધિકારીઓએ માનવ સેવાના કાર્યકર્તાઓની સેવાઓને બીરદાવી હતી. હોસ્પિટલના કાર્યના દરેક કાર્યકર્તાઓ પોતાની સેવાઓ આપશે.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!