Halvad-Morbi હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સારા વરસાદથી મીઠુ પકવતા અગરીયાઓ ખુશ.

રણમાં પાણી સુકાયા બાદ અગરીયા પરિવારો રણમાં મીઠુ પકવવા જશે : ચાલુ વર્ષે ઉત્પાદનમાં 20 થી25 ટકાનો વધારો થવાની આશા

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચાલુ વર્ષે વરસવા પામ્યો છે ત્યારે હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે ત્યારે બીજી તરફ જિલ્લાના ઉભા પાકો અને ખેતરો બેટમાં ફેરવાઇ જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોના ઉભા પાકો પાણી માં ગરકાવ થતા ઉભા પાકો બળી જવા પામ્યા છે નિષ્ફળ જવા પામ્યો છે.

બીજી તરફ હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ ધાંગધ્રા માં પડેલ વરસાદથી ધાંગધ્રામાં આવેલ ફલકુ ડેમ ઓવરફ્લો બનવા પામ્યો હતો ત્યારે આ ફલકુ ડેમનું પાણી પાટડી તાલુકાના ખારાઘોડા ગામ માં આવેલ રણપ્રદેશ તરફ આગળ વધ્યું હતું જેના કારણે હાલમાં કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાઈ જવા પામ્યું હતું.

રણકાંઠા વિસ્તારના ટીકર માનગઢ, કીડી, અને પાટડી ખારાઘોડા રણમાં પણ સારો વરસાદ પડતા ગત વર્ષે કરતા આ વખતે રણમાં વધુ પાણીનો ભરાવો થવા પામ્યો છે ત્યારે જિલ્લામાં સારા વરસાદના પગલે ખેતીને નુકસાન છે ત્યારે બીજી તરફ સારા વરસાદના પગલે મીઠાના અગરીયાઓ હાલમાં ખુશ નજરે પડી રહ્યા છે.

સાર્વત્રિક વરસાદના કારણે કચ્છના નાના રણમાં દર વર્ષે કરતા 30 ટકા પાણીની વધુ આવક થતા.જેના કારણે હાલ માં કચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાઈ જવા પામ્યું છે રણકાંઠા આજુબાજુ વિસ્તારમાં જે રણપ્રદેશમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો તે હવે સુકાવા લાગ્યું છે, મીઠાના અગરિયાઓ જાણવાયુ હતુ કે રણમાં બે સપ્તાહમાં જે વરસાદી પાણી ભરાયું છે તેનું બાષ્પીભવન થઇ જશે અને રણમાં જવાય તેવો ચોખ્ખો રસ્તો બે સપ્તાહમાં થઈ જશે.
અગરિયાઓ ખાસ મુખ્ય વ્યવસાય તરીકે મીઠું પકવી અને સમગ્ર દેશમાં આ મીઠા ની આયાત કરી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે ત્યારે સાર્વત્રિક વરસાદ વરસતા રણમાં સારા વરસાદ અને સારું પાણી આવવાના કારણે ચાલુ વર્ષે 20%થી 25% મીઠાનું ઉત્પાદન વધશે તેવું ત્યાંના સ્થાનિક અગરિયાઓ જણાવ્યું હતું,

સરકાર મીઠુ ટેકાના ભાવે ખરીદ કરે તો અગરીયાઓની આર્થિક પરિસ્થિતિ સુધરે,રણકાંઠા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના 1200 પરિવાર ઓક્ટોબર માસથી રણમાં કડકડતી ઠંડી તડકો વેઢીને પાંચ માસ જેટલો સમય ગાળો પોતાના પરિવાર સાથે બાળકો સાથે રણમાં કાળી મજૂરી કરી મીઠાનું ઉત્પાદન કરે છે ,આ વર્ષે સારો એવો વરસાદ પણ વરસ્યો છે, અગરીયાઓ ના મીઠા ઉત્પાદનમાં પણ 20થી 25 ટકા નો વધારો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે,

ઉત્પાદન વધવા છતાં પણ અગરિયાઓને મીઠાના પુરા ભાવના નમળતા હોવાના કારણે અગરિયાઓને આર્થિક રીતે પોતાની મહેનત મુજબ નું હાલમાં વળતર મળી રહ્યું નથી પરંતુ પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે અગરિયાઓ પાંચ માસ જેટલો સમયગાળો રણના આકરા તાપમાં જુપડા બાંધીને કાળી મજુરી કરી પોતાના પરિવાર સાથે વિતાવીને મીઠું પકવી રહયા છે, પોતાનું જીવન ધોરણ ચાલે એટલી આવક ઉપજાવી રહ્યા છે.
આ અગરિયાઓની મુલાકાત એ અનેક દિગ્ગજ નેતાઓ અવારનવાર આવ્યા છે થોડા માસ અગાઉ અગરિયાઓ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ અગરિયાઓની આર્થિક પરિસ્થિતિ અને જીવનધોરણ ઊંચું આવે તે માટે અને અગરીયાઓએ મીઠું પકવે છે તેના ભાવ પણ ઊચા આવે તે અંગે અગરિયાઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અત્યારે હાલ મીઠું પકવવાની અગરિયાઓ ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં થી શરૂઆત કરવાના છે ત્યારે મીઠાના ઉત્પાદનમાં 20 થી 25 ટકાનો વધારો થવાની શક્યતા છે ત્યારે આ અગરિયાઓ દ્વારા જે મીઠું પકવવામાં આવશે તેના ભાવ ઊંચા આવે તેવી હાલ અગરિયાઓ સરકાર પાસે આશા રાખીને બેઠા છે ખાસ એક આશા એ પણ અગરીયાઓએ વ્યક્ત કરી છે કે સરકાર દ્વારા ઉત્પાદિત તમામ વસ્તુ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો ઉત્પાદિત મીઠું પણ ટેકાના ભાવે ખરીદી કરીને જો આ મીઠું ટેકાના ભાવે ખરીદી કરીને અગરિયાઓને ઊંચું વળતર ઉત્પાદન દીઠ ચૂકવવામાં આવે તો આ અગરિયાઓ નો વિકાસ થાય અને આર્થિક પરિસ્થિતિ પણ સુધરે અને તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવેતેવીઆશાઅગરિયાઓ દ્વારા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છ ના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓ સમગ્ર વિશ્વમાં મીઠા બજારમાં પોતાની આગવી ઓળખ ઉભી કરીછે,અગરિયાઓ દ્વારા રાતદીવસ કાળી મજુરી કરી મીઠું પકવે છે,

હાલમા રણમાં પાણી ભરેલા છે તે ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં સુકાઈ જશે તેથી રણકાંઠા વિસ્તારના ના અગરિયાઓ ઓક્ટોબર માસ ના પહેલા માસથી પોતાના પરિવાર સાથે મીઠું પકવા કચ્છના નાના રણમાં પડાવ નાખશે એવું હાલ ત્યાના સ્થાનિક અગરીયાઓ જણાવ્યું હતું,

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!