Upleta-Rajkot ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા બાબતે ઘણી જગ્યા ઉપર માંગ ઉઠી છે ત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આહિર અર્જુન આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન નેજા હેઠળ આવેદન પત્ર આપવામાં આવેલ. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ બ્રાઝિલને એક નંદી ભેટ આપી અને બ્રાઝિલની ઇકોનોમિ બદલી નાખી હોય તો આપણો દેશ ગૌમાતાથી ઘણો બધો આર્થિક અને આરોગ્ય વગેરેમાં સમૃદ્ધ બન્યો છે અને એટલે જ પ્રાચીનકાળથી સૌ કોઈ ગૌમાતાને માતા કહેવાય છે.

આખા રાષ્ટ્રના ઉજળા ભવિષ્ય માટે સરકારને આવેદન આપી માંગ કરી છે. જેમાં મુખ્ય માગણીઓ ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર ગુજરાત તથા ભારતમાં ગૌ હત્યા પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો, ગૌચરની જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, સમગ્ર રાજ્ય તથા ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે, ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ બ્રષ્ટાચાર મુક્ત બને અને ગૌમાતા માટે સંપૂર્ણ સહાય મળે તેમજ રસ્તે રખડતા ગૌવંશની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા

error: Content is protected !!