Halvad-Morbi હળવદની મહર્ષિ ગુરુકુલના બે છાત્રો JEE મેઈનમાં ઝળક્યા બન્ને છાત્રોએ ઓનલાઈન અભ્યાસ મેળવીને ગુજકેટની પરીક્ષામાં પણ રહ્યા હતા અવ્વલ.

હાલ કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ-કોલેજો બંધ છે જેથી વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે ગુજકેટની પરીક્ષામાં અવ્વલ રહ્યા બાદ મહર્ષિ ગુરુકુલના બે વિદ્યાર્થીઓ JEE મેઈનમાં પણ ઝળકયા છે. અને ગુરુકુળ કેમ્પસના ગૌરવ ની સાથે સાથે પરિવાર અને સમાજનું પણ ગૌરવ વધાર્યું છે


JEE મેઈનની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં મહર્ષિ ગુરુકુલના પટેલ તીર્થ વિનુભાઈએ 97.42 પીઆર સાથે હળવદ- ધ્રાંગધ્રા તાલુકામાં પ્રથમ અને પટેલ ખુશ ગીરીશભાઈએ 95.76 પીઆર સાથે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. આ બન્ને છાત્રોએ સ્કૂલનું નામ રોશન કરીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે.


મહર્ષિ ગુરુકુલએ ધોરણ 12 સાયન્સની JEE-JAN 2020 મા પ્રથમ અને બોર્ડની માર્ચ 2020ની પરીક્ષામાં હળવદ તાલુકામાં A-ગ્રુપ તથા B-ગ્રુપમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય રહ્યું હતું. પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા બંને વિદ્યાર્થીઓને મહર્ષિ ગુરુકુલના મેનેજીંગ ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે મહર્ષિ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓને ઘેર બેઠા ઓનલાઇન શિક્ષણ આપી રહી છે જેની સામે અસરકારક પરિણામ પણ મેળવી રહી છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!