Gondal-ગોંડલ શહેર અને ગ્રામ્યમાં કોરોના બેકાબુ આજે ૩૮ કોરોના પોઝિટિવ કેશ નોંધાયા:બે વ્યક્તિ નું મૃત્યુ.બે જવાબદાર લોકો નિયમોનો ઉલાડીયો કરી રહ્યા હોય જવાબદાર તંત્ર એક્શન મોડમાં આવે.

ગોંડલ શહેર અને ગ્રામ્ય માં લોકડાઉન ૪ ને લઈને વધુ છૂટછાટ મળતા કોરોનાના પોઝિટિવ કેસ નો સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવ છતાં કોરોના વાઇરસ રોકેટ ગતિએ વધી રહ્યો છે.તો બીજી તરફ લોકો દ્વાર નિયમોનું પાલન કરાવામાં આવતું નથી જરૂર હોય ત્યાં સોશિયલ ડિસ્ટન નું પાલન નથી કરી રહ્યા લોકો વગર માસ્કે બજારો માં ઘૂમી રહ્યા છે તંત્ર પણ હવે કાર્યવાહીમાં લાપરવાહી કરી રહી છે અથવા જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં વામણું પુરાવા સાબિત થઈ રહ્યું છે કે શું.તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ ના આદેશ નું દેખાવ પુરતુ પાલન કરાવામાં આવી રહ્યા નું લોકો માં ચર્ચાઇ રહ્યું છે.જો તંત્ર દ્વારા કડકાઈ થી પાલન કરાવામાં આવે તો કોરોના વાઇરસ કાબૂમાં આવી શકે તેમ છે.જરૂર પડે તો સરકાર દ્વારા ૧૦ થી ૧૫ દિવસ નું સંપૂર્ણ લોક ડાઉન કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે.

આજ ના કોરોના વાઇરસ ની અપડેટ આરોગ્ય વિભાગ દ્વારા ચિંતા જનક આંકડા ઓ રોજેરોજ આવી રહ્યા છે

ગોંડલ શહેર અને ગ્રામ્યમાં નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસ કુલ આંક -૧૦૯૩ કુલ મૃત્યુ આંક ૬૬ થવા પામ્યો છે.
ડિસ્ચાર્જ:- ૬૭૭
હોમઆઇસોલેશન:-૧૭૦
એક્ટિવ કેસ:-૩૫૦
(આરોગ્ય વિભાગ ના જણાવ્યા મુજબ)


error: Content is protected !!