૭ કરોડની ૧૪ ગરોળી જપ્ત કરાઇ:આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એકઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.

કોલકતા,તા.૧૧: બોર્ડર સિકયોરિટી ફોર્સે બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલા દેશ સરહદ પરથી દાણચોરી દ્વારા લાવવામાં આવતી ટોકે નામની દુર્લભ પ્રજાતિની ૧૪ ગરોળીઓ પકડી પાડી છે.

પરંપરાગત દવાઓ બનાવવામાં વપરાતી આ ગરોળીઓની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૭ કરોડ રૂપિયાની મનાય છે.

બીએસએફના જવાનોએ પરગુમટી સીમાચોકી પર એક સંદિગ્ધ વ્યકિતને થેલો લઈને જતો જોયો અને તેનો પીછો કરવાની શરૂઆત કરી તો તે થેલો છોડીને નાસી ગયો હતો. આ થેલામાં દુર્લભ પ્રજાતિની ગરોળીઓ હતી. આ ગરોળીઓ વન વિભાગને સોંપવામાં આવી છે. એશિયા અને પેસેફિક મહાસાગરના કેટલાક હિસ્સામાં જોવા મળતી આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એકઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.

error: Content is protected !!