Halvad-Morbi-હળવદ ના ધારાશાસ્ત્રી સમીરભાઈ એરવાડિયા ના ઘરે મોર ના બચ્ચા આવી જતા તેને ફોરેસ્ટ વિભાગ ના અધિકારી નો સંપર્ક સાધી અને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતર કર્યા.

હળવદ શહેર ની મધ્યે આવેલ દરબારનાકા વિસ્તાર માં આવેલ સમીરભાઈ અમૃતભાઈ એરવાડિયા ના નિવાસસ્થાને ફળીયા ના ભાગ માં આજે સવારે રાષ્ટ્રીય પક્ષી મોર પાંચ બચ્ચા આવી ગયા હતા ત્યારે આજુબાજુ માં બિલાડી પણ રહેતી હોય ત્યારે તે મોર ના બચ્ચાઓ ને રક્ષણ મળી રહે તે હેતુ થી તરત જ તમામ મોર ના બચ્ચા ને પોતાના ઘરે સુરક્ષિત જગ્યા એ રાખ્યા હતા

અને આ અંગે ફોરેસ્ટ વિભાગ ના આર.એફ.ઓ શ્રી ડઢાણીયા ને જાણ કરતા તેમણે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓને મોકલી અને મોર ના પાંચ બચ્ચાઓ ને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કર્યા હતા અને આ રીતે રાષ્ટ્રીય પક્ષી મોર ના બચ્ચાઓ ને અન્ય પ્રાણીઓ થી બચાવી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત કરી અને જીવદયા નું કાર્ય કર્યું હતું આ કાર્ય માં સેવા કાર્ય માં આસપાસ ના સેવાભાવી લોકો પણ ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ ને મદદરૂપ બન્યા હતા.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!