Ahmedabad-પોલીસ દ્વારા ફરી શરૂ થશે હેલ્મેટ મુહિમ, ૯મી સપ્ટેમ્બરથી જો હેલ્મેટ વિના વાહન ચલાવ્યું તો દંડાશો!

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના લોકડાઉન બાદ હવે અનલોક થકી જાહેર રોડ રસ્તાઓ ખુલ્લા થઈ ગયા છે. પરંતુ લોકો હવે જાહેર માર્ગો ઉપર હેલ્મેટ વગર વધુ ફરી રહ્યા છે. ત્યારે હવે હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી રહી છે. ૭મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કમિટી ઓફ રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા માટે એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં રાજ્યોમાં બનતા રોડ અકસ્માતમાં હેલ્મેટ ના પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુ દર અને ગંભીર રૂપે ઘાયલ થવાનો દર જોવા મળ્યો.
આજે પોલીસ મહાનિર્દેશક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સમાં સૂચના આપવામાં આવી કે ૯મી સપ્ટેમ્બરથી ૨૦મી સપ્ટેમબર સુધી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં હેલ્મેટ ડ્રાઇવ રાખવામાં આવશે.
ત્યારે એક તરફ રાજયના મોટાભાગના શહેરોમાં રોડ રસ્તા ઉપર ખાડાઓનું રાજ છે સામાન્ય જનતા રસ્તા પરના ખાડાઓથી પરેશાન છે. તેવામાં પોલીસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરશે ત્યારે રકઝક અને પોલીસ પબ્લિક વચ્ચેની માથાકૂટ પણ વધશે.