ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગાર ધામ ઝડપાયું , 12 ની ધરપકડ.

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ.6.01 લાખ સહિત કુલ રૂ.26 .58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી.એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા 12 શખ્સોને રોકડા રૂ.6.01 લાખ સહિત કુલ રૂ.26 .58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ,હળવદના ચરાડવા ગામે અનિલભાઈ હરિભાઈ સંતોકીની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબીએ ચરાડવા ગામે વાડીની ઓરડીમાં દોરડો પાડ્યો હતો અને ત્યાં જુગાર રમતા અનિલભાઈ હરિભાઈ સંતોકી ,હિરેનભાઈ જગદીશભાઈ દવે ,ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા ,દેવજીભાઈ કાળુંભાઈ ગોરીયા ,મનસુખભાઇ રતિલાલભાઈ સનારીયા,જ્યંતીભાઈ પોપટભાઈ પરેજીયા , નિજામભાઈ કરીમભાઈ જેડા ,રમેશભાઈ ચતુરભાઈ માકાસણા,નિજામભાઈ ગફુરભાઈ મોવર ,તાજમહમદ આમદભાઈ મોવર ,સુરેશભાઈ ગોરધનભાઈ ચાવડા ,વિજયભાઈ છગનભાઇ માકાસણાને રૂ.6.01 લાખ રોકડા ,16 મોબાઈલ ,5 કાર સહિત કુલ રૂ.26.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે રિયાઝ રજાકભાઈ મેમણ રહે કાલીકા પ્લોટ મોરબી નું નામ ખુલતા પોલીસ દ્વારા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!