હળવદના નવા ઘનશ્યામગઢના શિક્ષકનું રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન.

તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ માનસર પ્રાથમિક શાળાના શિક્ષકને મોરબી ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરાયા.

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ કન્યા શાળાના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી થઇ હતી.જ્યારે માનસર પ્રાથમિક શાળાના શિક્ષકની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ની યાદીમાં પસંદગી થઇ હતી જેથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ નવા ઘનશ્યામગઢ કુમાર કન્યા શાળાના શિક્ષકને આજે રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ માનસર પ્રાથમિક શાળાના શિક્ષકને મોરબી જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ દર વર્ષે રાજ્યના કર્મઠ અને શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે.સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવતા હોય છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી 7 કેડરમાં રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરાઇ હતી.જેમાં મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત હળવદ તાલુકાની નવા ઘનશ્યામ ગઢ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણ ભાઈ શંકરભાઈ પટેલ ની પસંદગી થઇ હતી જેથી આજે તેઓને રાજ્યના રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્યારે શિક્ષણ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી 6 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થતા શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ આજે શિક્ષક દિને મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં હળવદ તાલુકાના માનસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિમલકુમાર પટેલની તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં તેઓને સર્વેશ્રીઓએ ચેક અર્પણ કરી શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.આમ આ વર્ષે હળવદમાં સરકારી શાળાના બે શિક્ષકો તાલુકા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક ની યાદીમાં પસંદગી પામ્યા છે.તે હળવદ પંથક માટે ગૌરવની બાબત છે.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.