હળવદના ઇશનપુર ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, સભ્યો અને મંત્રીએ કરેલા ઠરાવનો આઠ સભ્યો દ્વારા વિરોઘ.

હળવદ તાલુકાના ઇસનપુર ગામે ઇશનપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ, સભ્યો અને મંત્રી દ્વારા કોઈ સભ્યોને જાણ કર્યા વગર ઠરાવ કરવામાં આવેલ છે જે ઠરાવનો અન્ય આઠ સભ્યો દ્વારા હાલના વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ અંગે જિલ્લા રજિસ્ટ્રારને ઇસનપુર સેવા સહકારી મંડળીના સભ્યો દ્વારા ગેરકાયદે કરવામાં આવેલ ઠરાવને રદ કરવા માટે તેમણે રજૂઆત કરવામાં આવી છે

ઇસનપુર સેવા સહકારી મંડળીની અંદર કુલ મળીને ૧૩ સભ્યો વર્ષ ૨૦૨૦-૨૧ માટે ચૂંટાયેલા છે અને આ સભ્યો પૈકીના પ્રમુખ ગીરીરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, સભ્ય હરદેવસિંહ રઘુવીરસિંહ ઝાલા અને મંડળીના મંત્રી કુલદીપભાઈ પાઠક દ્વારા અન્ય સભ્યોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કરવામાં આવેલ છે આ ઠરાવમાં શું લખવામાં આવ્યું છે તેની પણ કોઈ પણ સભ્યને તે સમયે જાણ કરવામાં આવી ન હતી જોકે મંડળીના અન્ય સભ્યો દ્વારા તપાસ કરવામાં આવતા એવી વિગત જાણવા મળી છે કે મંત્રી અને પ્રમુખે મળીને સભ્ય હરદેવસિંહ રઘુવિરસિંહ ઝાલાને ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર આપે છે આ ઠરાવના વિરોધમાં હાલમાં ઇસનપુર સેવા સહકારી મંડળીના અન્ય આઠ સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જિલ્લા અને આ અંગે રજૂઆત કરીને ગેરકાયદે કરવામાં આવેલ ઠરાવને રદ કરવા માટેની માંગ કરવામાં આવેલ છે

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!