દેશમાં કોરોનાના દર્દીઓ ૩૭ લાખથી વધી ગયા.

એક જ દિવસમાં કોરોનાના ૭૮,૩૫૭ નવા સક્રિય દરદી બુધવારે નોંધાયા બાદ દેશમાં કુલ દરદીની સંખ્યા વધીને ૩૭ લાખથી ઉપર ગઇ હોવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ દરદીની સંખ્યા

વધીને ૩૭,૬૯,૫૨૩ થઇ હતી, પણ ૨૯ લાખથી વધુ વ્યક્તિ સાજી થઇ હોવાથી હાલ દેશમાં કોરોનાના ફક્ત ૮,૦૧,૨૮૨ સક્રિય કેસ છે અને એ કુલ કેસના ૨૧.૨૬ ટકા થાય છે.

કોવિડ-૧૯થી રોગમુક્ત થનાર વ્યક્તિની ટકાવારી વધીને ૭૬.૯૮ ટકા પર પહોંચી છે અને મરણાંકની ટકાવારી ઘટીને ૧.૪૬ ટકા થઇ હોવાની વાત ઉત્સાહજનક ગણાય.

બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં દેશમાં એક જ દિવસમાં ૧૦૪૫ વ્યક્તિનાં કોરોનાને કારણે મોત થયાં હતાં અને કુલ મરણાંક વધીને ૬૬,૩૩૩ પર પહોંચ્યો હતો. ભારતમાં ૦૭મી ઑગસ્ટે કોવિડ-૧૯ના દરદીની કુલ સંખ્યા ૨૦ લાખથી વધી હતી અને ત્યાર બાદ ૨૩મી ઑગસ્ટે દસ લાખ દરદી વધી ૩૦ લાખનો આંક પાર કર્યો હતો.
error: Content is protected !!