રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ માંથી LCBની ટીમે ટ્રકમાં વિદેશી દારૂ છુપાવવાનો નવો કીમિયો ઝડપી પાડયો

કોરોનાની મહામારી વચ્ચે બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. ત્યારે આ બુટલેગરો દ્વારા પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ દારૂની હેરફેર કરવા માટે નવી ટેકનીક અપનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ જિલ્લામાં દારૂ-જુગારના કિસ્સાઓ નાબૂદ કરવા માટે પોલીસ કડક બની છે ત્યારે મળેલ સૂચના અન્વયે મળેલી બાતમીને આધારે I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ રાણા અને RR સેલ ACB સ્ટેફ પેટ્રોલિંગ દરમિયાન શાપર વેરાવળ પાસેથી HR-45-C 8439 નંબરનો ટ્રક શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી ટ્રકના ક્લીનરને ઝડપી પાડીને તલાસી લેતા લોખંડના બેરલમાં ઓઇલ ભર્યું હોવાનું રટણ કરતો હોવાથી પોલીસે ઓઇલ ભરેલ લોખંડના બેરલને ચેક કરતા બેરલના નેચના ભાગે ચોરસ ખાનું બનાવી તેમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ રાજકોટ LCBએ વિદેશી દારૂ ભરેલી ટ્રક તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી ટ્રક ,લોખંડના 37 બેરલ, 3012 વિદેશી દારૂ નંગ એક મોબાઈલ કુલ મળી 26,97,320નો મુદ્દા માલ પર કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપી: (1)સુરેન્દર ભાલીરામ ગોરા ઉં.35 (ડ્રાઇવર), (2) રાજકુમાર રાજમલજી બૈરાગી ઉં.43 (ક્લીનર)

કામગીરી કરનાર પોલીસ અધિકારી
PI એચ.એમ રાણા (LCB રાજકોટ ગ્રામ્ય)
ASI પી આર બાલાસરા
પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ
પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી
પોલીસ કોન્સ્ટેબલ રહીમભાઈ દલ
પોલીસ કોન્સ્ટેબલ પ્રણયભાઈ સાવરીયા
પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ બારોટ
પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા
પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ દવે સહિત ના એ આ ઓપરેશન સફળતા પુર્વક પાર પડ્યું હતું.

error: Content is protected !!