આર.સી.સી. કલબ ઓફ ટીકર દ્રારા એકસીડન્ટ કે ઓપરેશન પછી ઉપયોગમા આવતા સાધનોની કિટ જરૂર પડ્યે ગ્રામ્ય વિસ્તારના દરદીઓને પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવા હેતુથી માનવસેવાના લાભાર્થે ટીકરમાં ખુલ્લી મુકવામા આવી

આ મેડિકલ કિટ મા હોસ્પિટલ બેડ, વોકર, ટોઇલેટ ચેર, બેલેન્સ સ્ટીક જેવા સાધનો વસાવવામા આવ્યા છે.જેનો નિશુલ્ક લાભ લેવા ટીકર અને તેની આજુબાજુના માધવનગર, ઘાટીલા,
અજીતગઢ, મિયાણી, માનગઢ, ખોડ, મયાપુર
ની જનતાને લાભ લેવા રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અપીલ કરવામા આવે છે.રોટરી કલબ ઓફ હળવદ દ્વારા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી ખુબ સફળતાપૂર્વક આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનો અસંખ્ય લોકોને લાભ મળ્યો છે.


હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને સગવડતા રહે અનેં નજીક માં સાધનો ઉપલબ્ધ થઈ શકે એવા આશય ટીકર ગામમાં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ.આ પ્રોજેક્ટ માટે તમામ સાધનોનું ડોનેશન સ્વ: હીરાભાઇ ભવાનભાઈ ટીકર રણ ના સ્મરણાર્થે હસ્તે: દેથરીયા પરિવાર તરફથી આપવામાં આવ્યું હતું

નોંધઃ
આર.સી.સી કલબ ઓફ ટીકર દ્રારા આ સાધનો દરદીઓને કોઈપણ પ્રકારના ભાડા વગર ફકત રીફન્ડેબલ ડિપોઝીટથી વાપરવા આપવામા આવે છે.સાધનોનો ઉપયોગ પત્યાબાદ તરતજ પરત આપી જવાના રહેશે.જેથી બીજા દરદીઓને પણ લાભ આપી શકાય.સાધનોનો ઉપયોગ સાચવીને કરવો. અને સ્વચ્છ કરીને પરત આપવા.સાધનો લઈ જનારે આઇ.ડી. પ્રુફ કે પાકી ઓળખાણ આપવી ફરજિયાત છે.

સાધનો મેળવવાનું સ્થળ:

સાહેલી નોવેલ્ટી
ડો.મનોજભાઈ વિડજા ના દવાખાનાની બાજુમાં
સંપર્ક:
રાકેશભાઈ એરવાડિયા
મો. 9925735753

સંપર્ક:મનીષભાઈ દેથરીયા
મો.9979220029

error: Content is protected !!