રાયસંગપુર ગામના વિદ્યાર્થીની લાશ‌ ૩૦ કલાક બાદ પાણી માથી મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો.


 હળવદ તાલુકાના રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી રાયસંગપર ગામેથી મોરબી શ્રીપાલ ની ગુજકેટની પરીક્ષા આપવા જતા હતા ત્યારે  રાયસંગપુર  ગામનો  ઓકળો આવી જતા પુત્ર પાણીમાં તણાવા લાગ્યા હતા.


 ત્યારે પિતાએ પુત્રને બચાવવા જતા પિતા પણ ઊંડા પાણીમાં તણાવા લાગયા હતા ત્યારે પિતા ની લાશ  પાણીમાં મળી હતી  પુત્ર ની લાશ કોઈ હજુ સુધી પતો લાગ્યો નથી ત્યારે હળવદ મામલતદાર બી એન કણઝરીયા.  તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ સ્થાનિક તરવૈયા ગામના સરપંચ સહિતના રાયસંગપુર ગામના  ઓકળોમા શોધખોળ હાથ ધરી હતી.


  પરંતુ વિધાથી નો કોઈ પત્તો નહી લાગતા કંટાળીને મંગળવારે એનડીઆરએફની ટીમ ને બોલાવવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક તરવૈયાની મદદથી જ અશ્વિન ની ૩૦ કલાક બાદ લાશ પાણીમાંથી મળી આવી હતી ત્યારે તંત્ર અને પરિવારજનોએ સગા સંબંધી ઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!