રોટરી કલબ ઓફ હળવદ દેવ દૂત બની સગીર ને જીવન દાન આપ્યું.

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા 15 વર્ષના કિશોરને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો પણ એના પિતા બહારગામ મજૂરી કામે હોવાથી
સારવાર મળી નહિ.
જેથી તકલીફ અને તાવ વધતા પાડોશી દ્વારા સમયસૂચકતા વાપરીને શહેરના પ્રાઇવેટ દવાખાનામાં લઇ જવામાં આવેલ.
મેલેરિયા, ઇન્સ્પેકસનનું અને બ્લડ પાતળું પડી રહ્યાનું નિદાન થયું જેથી દાખલ કરવામાં આવ્યો પરંતુ પ્લેટલેટ માં સતત ઘટાડો જોવા મળતો હતો અને રીકવરી આવતી નહિ હોવાથી અને તબિયત વધુ બગડી રહી હોવાથી તેમજ અહીંયા સારવાર શક્ય નહિ હોવાથી સુરેન્દ્રનગર રીફર થવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી.

જેથી અહીંયાના દવાખાને થી રજા આપી દેવામાં આવતા ઘરે પરત લઈ આવવામાં આવ્યો.

સુરેન્દ્રનગર જવા કે સારવાર કરવા માટે ની કોઈ સૂઝ કે આર્થિક સગવડ નહિ હોવાથી
આ માતા વગર ના અને છૂટક મજૂરી કરીને 3 સંતાનોનું પેટ ભરતા દિવ્યાંગ પિતા ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

કેવી રીતે સારવાર માટે લઈ જવો અને હવે શું કરવું એ મોટી મૂંઝવણ હતી.
એવા સમયે આ અંગે તેમના વિસ્તારના એક ભાઈ દ્વારા રોટરી ક્લબ ઓફ હળવદને જાણ કરવામાં આવી કે એક જરૂરતમંદ અને આર્થિક રીતે નબળા પરિવાર ના છોકરાની કન્ડિશન અત્યારે સિરિયસ છે અને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવો પડે એમ છે.
જો એક દિવસનું પણ મોડું થશે તો ડોક્ટર ના કહેવા મુજબ જીવ નું જોખમ થઈ શકે એમ છે જેથી વહેલી તકે સારવાર ઉપલબ્ધ થઈ જાય એ હિત માં છે.

રોટરી દ્વારા એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર યોગ્ય વ્યવસ્થા કરીને ગાડીમાં રવાના કરવામાં આવ્યો
ટી.બી.માં દાખલ કરાવડાવવામાં આવ્યો
દવાઓ, રિપોર્ટ, બ્લડ, જમવાના ખર્ચ વગેરે ની ગોઠવણ કરી આપવામાં આવી
5 દિવસ દાખલ રહ્યા બાદ બધાજ રિપોર્ટ નોર્મલ આવતા અને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

error: Content is protected !!