ગોંડલી નદીનાં કોઝવે પરથી પાંચ યુવાનો તણાયા: ત્રણનો બચાવ, બે લાપતા.

ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ

શહેરના ગંજીવાડા નજીક નદી નાં કોઝવે પર થી ડુબી રહેલાં બે યુવાનો ને બચાવવાં નદીમાં કુદેલા અન્ય ત્રણ યુવાનો પણ પાણી નાં વહેણમાં તણાયાં બાદ ત્રણેય નો આબાદ બચાવ થવાં પામ્યો હતો.જ્યારે ડુબી રહેલાં બન્ને યુવાનો ધસમસતા પ્રવાહ માં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં આંબેડકર નગર માં રહેતાં પ્રદીપ ગિરીશભાઈ વાણીયા ઉ.૧૭ તથાં અમદાવાદ થી આવેલાં તેનાં મિત્રો દેવ નિતીનભાઈ શુકલા ઉ.૨૧ તથાં કનીશ પરમાર ઉ.૧૭ બપોર નાં સુમારે ગંજીવાડા પાસે મેલડીમાતા નાં મંદીર નજીક મિત્ર નાં ફામઁહાઉસે આવ્યાં હતાં.બાજુમાં જ ગોંડલીનદી વહેતી હોય ભારે વરસાદ ને કારણે નદી માં પુર આવ્યાં હતાં.નદી પર આવેલ કોઝવે પર થી પાણી વહ્યાં હતાં.આ વેળા કોઝવે પર બાઇક સાથે બે અજાણ્યા યુવાનો પસાર થતી વેળા ધસમસતા પ્રવાહ માં તણાંતા દેવ શુકલા,પ્રદીપ અને કનીશ તેને બચાવવાં નદીમાં કુદી પડયાં હતાં.પણ પાણી નો તિવ્ર પ્રવાહ હોય પાંચેય યુવાનો ડુબવા લાગ્યાં હતાં.
દરમ્યાન દેવ શુકલા ને તરતાં આવડતું હોય મહામુસીબતે તેણે પ્રદીપ અને કનીશ નાં હાથ પકડી ડુબતાં બચાવી લેતાં આ ત્રણેય મિત્રો નો બચાવ થવાં પામ્યો હતો.જ્યારે ડુબી રહેલાં બન્ને અજાણ્યા યુવાનો પાણી માં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં ફાયર સ્ટાફ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ફાયર કમીટી ચેરમેન ગૌતમ સિંધવ સહીત દોડી આવી પાણી માં લાપતા બનેલાં યુવાનો ની શોધ ખોળ શરું કરી હતી.આ લખાય છે ત્યારે તરવૈયાઓ દ્વારા શોધ ચાલું છે.

error: Content is protected !!