હળવદ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર નદી નાળા પાણી થી છલકાયા દીઘડીયા ગામની નદી આવતા વાહન વ્યવહાર બંધ.

 તાલુકાના દિઘડીયા ગામની બ્રાહ્મણી નદી  બે ત્રણ ફૂટ પાણી આવી જતા વાહન વ્યવહાર હળવદ તરફથી જતા  અને સરા આવતા  વાહન વ્યવહાર ‌ બંધ થઈ ગયા હતા અને શકિત માતાજી નો ધરો  પાણી ઓવર ફલો થયો હતા તેમજ ભલગામડા .સાપકડા .ઈશ્વરનગર‌. મયુરનગર સુરવદર .ધનાળા. સહિતના ગામોમાં વરસાદ પડતા નદી-નાળાઓ ખેતરવાડીઓમા પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના  ભરાતા વરસાદી પાણીના મીની તલાવડા ભરાયા હતા 


ત્યારે હળવદ થી સરા જવાના રસ્તા વચ્ચે  આવેલ દીઘડિયા ગામ ની નદી આવતા વાહન  વ્યવહારો ખોરવાયા હતા તેમજ ઇસનપુર ગામે ઓકળો  આવતા વાહનચાલકોને ભારે મુસીબત  વેઠવી  પડી હતી  અને ટીકર ગામે વરસાદના પગલે તળાવ છલોછલ ભરાઈ ગયું હતું  તેમજ ધનાળા ગામે એક બંધ મકાન ધરાશય થતા જાનહાની ટળી હતી સુરવદર ગામ એ દીવાલ ધરાશય થતાં  જાનહાની ‌અટકી હતી ‌માલણીયાદ. રાયસંગયુર ગામે. મકાન માં વરસાદી પાણી  ધુસી ગયા હતા


આમ હળવદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડતાં સવારથી બપોર સુધી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો અને ‌ બ્રાહ્મણી ૨ ડેમ ની આસપાસ ૨ ઈચ જેટલો વરસાદ પડતા  ડેમના  ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે આસપાસના નવ ગામોને સરપંચ તલાટી ને નદીના પટમાં લોકોઓએ અંને માલઢોર અવર જવર ના કરવાની  સૂચના  દરેક ગામના તલાટી અને સરપંચો ને આપવામાં આવી હતી   વરસાદના પગલે  હળવદ  તાલુકા ‌મા કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી તેમ મામલતદાર બી એન  કણઝરીયા એ જણાવ્યું હતું

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!