હળવદ પાલિકા પ્રમુખની નિમણુંક કોને આપવી તે ભાજપના મોવડીઓ માટે કોયડારૂપ.

હળવદ નગરપાલિકા પ્રમુખની ટમૅ પુરી થતા નવા ઉમેદવારની હોડ લાગી

મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા વર્તમાન પ્રમુખના અઢી વર્ષ કાર્યકર પૂર્ણ થતા હાલમાં નવા પ્રમુખ માટેની હોડ લાગી છે ત્યારે હળવદ નગરપાલિકા ના વર્તમાન પ્રમુખ હિનાબેન અજય ભાઈ રાવલ કાર્યકારની ટમૅ પૂરી થતા હળવદ નગરપાલિકાના નવા પ્રમુખ માટે હાલમાં હોડ લાગી છે આગામી 24 તારીખે હળવદ નગરપાલિકાના નવા પ્રમુખ ને વરણી થવા જઈ રહી છે ત્યારે હાલ નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી અને રમેશભાઈ પટેલ આ બે નેતાઓ વચ્ચે પ્રમુખ બનવા હોડ લાગી છે, પ્રમુખ બનવા માટે ગુલાબી કલર ની નોટોના બંડલ સાથે કમરતોડ મહેનત રાજકીય આકાઓ ઓ કરી રહ્યાનું જાણવા મળ્યું છે, પોતાના જૂથના પ્રમુખ બનાવવા માટે બંને જૂથોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, જ્યારે હોડ લાગવાના કારણે એક જૂથની નારાજગી બળવો સર્જી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જ્યારે આ વાતને લઈને પાર્ટીના ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે ત્યારે એક જુથની નારાજગી પાર્ટીને મોંઘી પડી શકે તેમ છે હાલમાં જોવા જતાં બે દિગ્ગજોની લડાઈ માં પાર્ટી બીજા નવા ઉમેદવારને પ્રમુખનો તાજ પહેરે તેવી ચર્ચા હળવદ શહેરમાં જોર પકડ્યું છે બે ઉમેદવારો ની લડાઈમાં ત્રીજા નવા ને પ્રમુખનો તાજ પહેરાવે તો નવાઈ નહીં આ મુદો શહેરમાં ચર્ચા રહયો છે, હળવદ નગરપાલિકા નો તાજ કોને પહેરાવે છે તે મુદ્દે હળવદ અને મોરબી જીલ્લાનું રાજકારણ હાલમાં ગરમાયુ છે ભાજપના ના મોવડીઓ પ્રમુખ તરીકે કોનું નામ જાહેર કરે છે તે જોવાનું રહ્યું આમ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે પ્રમુખનો તાજ ભાજપના મોવડીઓ કોને પહેરાવી નગરનો પારદર્શક વહીવટ અને સાચો વિકાસ જનતા નો ઉદ્ધાર કરશે કે કેમ તે નગરજનો માં રાહ જોવાઇ રહી છે,

હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવારોએ પ્રમુખની ખુરશી માટે એડીચોટીનું જોર લગાવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી આગામી હળવદ પાલિકાના નવા પ્રમુખ તરીકે કોના શિરે તાજ પહેરાવે છે

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!