ખોડલધામ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની રજતતુલા કરવામા આવી : સી. આર. પાટીલનું સન્માન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કર્યું : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા – ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જેતપુર તાલુકાના સાંકળી ગામે રાજકોટ જીલ્લામા ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને શ્રી સી.આર.પાટીલજીને યુવા મંત્રી જયેશ રાદડીયા આવકાર્ય હતા.

તેમજ આ તકે સમસ્ત લેઉઆ પાટીદારના કુળદેવી “માં ખોડલ”ના ધામ ખોડલધામ ખાતે શ્રી સી.આર.પાટીલજીએ યુવા મંત્રી જયેશ રાદડીયા સાથે “માં ખોડલ”ના દર્શન કરીને માં ના આશીર્વાદ લીધેલ તેમજ ખોડલધામ ખાતે શ્રી સી.આર.પાટીલજીના રજતતુલા કરવામા આવી હતી.

આ પ્રસંગે ખોડલધામના શ્રી નરેશભાઇ પટેલ, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા રાજ્યના પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ કેન્દ્રીય ગૌરક્ષા આયોગ ના ચેરમેન ડો વલ્લભભાઈ કથીરિયા રાજકોટ જિલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખિયા મહામંત્રી ભાનુભાઈ મેતા જયંતિભાઈ ઢોલ ભરતભાઇ બોઘરા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા મનસુખભાઈ ખાચરિયા કિશોરભાઈ રાઠોડ રમાબેન મકવાણા કિશોરભાઈ શાહ વિજય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.