હળવદ ની સરા ચોકડી નજીક વિદેશી દારૂ સાથે કાર ઝડપાઈ.

એક આરોપી ની અટકાયત: દારૂ મોકલનાર અને મંગાવનાર નું નામ ખૂલ્યું

હળવદ: હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી નજીક કારમાં દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સને મોરબી જિલ્લા એલસીબી પોલીસના જવાનોએ ઝડપી લીધો હતો એલસીબી પોલીસ દ્વારા કારમાંથી ૧૦૧ બોટલ વિદેશી દારૂ સહિત રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ આરોપી વિરુદ્ધ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા એલસીબી પોલીસના ઇશ્વરભાઇ રબારી, અને ભરતસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે હળવદ હાઈવે પર આવેલ સરા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હોય ત્યારે ધાંગધ્રા તરફથી આવતી સેન્ટ્રો કાર જી.જે.૧.એચ.એમ.૪૧૫૯ ને અટકાવી તપાસ કરાતા તેમાંથી વિદેશી દારૂની ૧૦૧બોટલ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા કારચાલક બાબુરામ સોનારણ બીસ્નોય રહે સાંચોર રાજસ્થાન વાળા ને ૧૦૧ બોટલ દારૂ કિંમત રૂ.૩૦૩૦૦ એક કાર કિંમત રૂ.૭૦હજાર મળી કુલ એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી

પોલીસની પૂછપરછમાં ખુલવા પામ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા મહિપાલ સિંહ સેલસીહ રાજપુત એ જામનગર રહેતા હેમતસિંહ નવલસિંહ કેર એ મંગાવ્યો હોય જેથી મોકલ્યો હતો જેથી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી સહિત આ બન્ને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આકામગીરીમા વિક્રમસિંહ બોરાણા,યોગેદાન ગઢવી,ભરતભાઈ જીલરીયા,દસુભા ચાવડા,સહિતના પોલીસ જવાનો જોડાયા હતા

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!