વ્હાલા પિતા નું અવસાન થતાં પરીવાર દ્વારા ગોંડલ માં પાંચ વૃક્ષો નું કર્યું વાવેત.

બેંક ઓફ ઇન્ડિયા ના નીવૃત કર્મચારી મળતાવડા અને મિલનસાર મધુસુદનભાઈ ભટ્ટ તે કલ્પેશ ભટ્ટ એડવોકેટ ના પિતાશ્રીનું ટૂંકી બીમારી બાદ અવસાન થતાં તેમની સ્મૃતિમા તેમના પત્ની ગં.સ્વ. ભાગ્યરેખાબેન મધુસુદનભાઈ ભટ્ટ દ્વારા તેમના ઘર આંગણે પાંચ વૃક્ષો બોરસલ્લી,કરંજ,બીલીપત્ર,શ્રીફળ અને બારમાસી ફૂલ ના વૃક્ષ નું ટ્રીગાર્ડ સાથે ” મધુસુદન સ્મૃતિ વૃક્ષ ” નું વાવેતર કરી પ્રકૃતિ નું ઋણ અદા કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો..
પતિ ની યાદ માં આ સ્મૃતિ વૃક્ષ વાવેતર માં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના સહયોગ થી ભટ્ટ પરિવાર એ ગોંડલ ને રળિયામણું અને હરિયાળું બનાવવાના સમાજ ઉપયોગી કાર્ય માં સહયોગ આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે….


તેજ રીતે પિતા સમાન સસરા ના આત્માના મોક્ષ અર્થે તેમના ઘર ની દીકરી સમાન પુત્રવધુ ઉર્વશીબેન કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા ગોંડલ ના એક ગરીબ અને જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરીવારના બહેન ને એક મહિનો ચાલે તેટલું રાશન કરિયાણુ આપીને ખરા અર્થમાં સસરા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી…
પરિવાર માં કોઈ નું અવસાન થાય ત્યારે તેમની સ્મૃતિ માં વૃક્ષ નું વાવેતર કરી મૃતક ની યાદ ને ચિરંજીવ બનાવવા માટે વૃક્ષ વાવેતર એ અનુકરણીય પ્રયાસ છે જેનાથી પર્યાવરણ ને અને દેશ ને બહોળો ફાયદો થાય છે……


ભટ્ટ પરિવાર દ્વારા મધુસુદનભાઈ ભટ્ટ ની સ્મૃતિ માં કરવામાં આવેલ વૃક્ષારોપણ અને રાશન કરીયાણા સહાય સરાહનીય અને અનુકરણીય સેવા કાર્ય છે…….

error: Content is protected !!