હળવદ ના વતની અને ગુજરાત સરકાર માં મામલતદાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે તેવા શ્રી કે કે જાની સાહેબ ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી કે કે જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી આપ્યું છે અને અડગ મન અને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા થી ધાર્યું પરિણામ મેળવી શકો છો જેની પ્રતીતિ પણ કરાવી છે

છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદ ના વતની અને ભૂતપૂર્વ મામલતદાર પૂજ્ય શ્રી કે.કે.જાની સાહેબ જેઓ હાલ જામનગર રહે છે અને મૂળ હળવદીયા ખમીરવંતા બ્રાહ્મણ જેઓને પોતાના વતન હળવદ પ્રત્યે ભારોભાર માન છે અને અત્યાર સુધી દરેક સમાજ ના લોકો ના તેઓ ગુજરાત સરકાર માં મામલતદારશ્રી તરીકે કાર્યરત હતા ત્યારે ની:સ્વાર્થ ભાવે સર્વે લોકો ના અને હળવદ ગામ ને લગતા વિકાસ ના કામો કરવામાં નિમિત્ત બન્યા છે અને સમયાંતરે હળવદ આવે ત્યારે અચૂક દરેક ધર્મ સ્થાનો ની મુલાકાત લઈ અને સામાન્ય થી સામાન્ય માણસ ની સહજ ભાવ થી મુલાકાત કરતા હોય છે

ત્યારે શ્રી કે કે જાની સાહેબ હાલ તેમના પુત્ર દીપકભાઈ જાની અને પરિવાર સાથે જામનગર રહે છે ત્યારે આ કોરોના મહામારી વચ્ચે ૮૧ વર્ષ ની ઉંમરે તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ કહેવત છે ને અડગ મન ના માનવી ને ગમે તેવી આફત પણ હરાવી શક્તિ નથી તે યુક્તિ શ્રી કે કે જાની સાહેબ ના કેશ માં સાચી પડી છે અને ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે પણ તેઓએ જામનગર ની સરકારી હોસ્પિટલ અને જી.જી હોસ્પિટલ તરીકે પ્રખ્યાત હોસ્પિટલ માં સારવાર લઈને કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈને ઘરે પરત ફરી અને પોતાના આત્મવિશ્વાસ અને હકારાત્મકતા ના દર્શન સૌ ને કરાવ્યા હતા ત્યારે શ્રી કે કે જાની સાહેબ કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા ના સમાચાર હળવદ સ્થિત તેમના પરિચિતો ને મળતા હળવદ માં રહેતા તેમના બહોળા મિત્રવર્તુળ અને સ્નેહીજનો માં હર્ષ અને આનંદ ની લાગણી ફેલાઇ હતી અને કોરોના થી બચવા સરકાર ની ગાઈડલાઈન નું પાલન કરી અને સાવચેતી રાખવી જરૂરી છે પણ તેમ છતાં કોરોના પોઝિટિવ આવે તો હાર માન્યા વગર કોરોના ને મ્હાત આપવા માટે આત્મ વિશ્વાસ અને હકારાત્મક અભિગમ જરૂરી છે જેનું આ સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!