હળવદમાં જુગારના અલગ-અલગ ત્રણ દરોડામાં ૨૧ ઝડપાયા.

એક જ રાત્રિમાં પોલીસે હળવદ શહેરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક દરોડો પાડી ૮૦ હજારની રોકડ જપ્ત કરી

ગતરાત્રીના હળવદ પોલીસે અલગ-અલગ ત્રણ જુગારના દરોડા પાડયા હતા જેમાં ૨૧ જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા આ દરોડામાં જુગારીઓ પાસેથી કુલ ૮૦૧૫૦ની રોકડ રકમ જપ્ત કરી તમામ જુગારીયાઓને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈ દેકાવાડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવુભા ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ,મુમાભાઈ કલોત્રા,આર.એમ ગોહિલ સહિતના પોલીસ જવાનોએ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન હળવદ શહેરમાં જુદી જુદી બે જગ્યાએ જુગાર રમતા શખ્સો પર દરોડા પાડયા હતા જ્યારે એક દરોડો હળવદ તાલુકાના ડુંગરપુર ગામે પાડવામાં આવ્યો હતો આમ કુલ ત્રણ જુગારના દરોડામાં ૨૧ પતા પ્રેમીઓ ઝડપાયા હતા ઝડપાયેલા તમામ પતા પ્રેમીઓ પાસેથી રુપીયા ૮૦૧૫૦ ની રોકડ રકમ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હળવદ પોલીસ દ્વારા કૃષિ શાળાની સામે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ૬ શખ્સો, નાલંદા સ્કૂલ ની સામે જુગાર રમી રહેલા ૭ શખ્સો અને ડુંગરપુર ગામે ઢોળા વિસ્તાર માં જુગાર રમતા ૮ શખ્સો મળી કુલ ૨૧ શખ્સો પોલીસના દરોડા દરમિયાન ઝડપાયા હતા

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!