દેવળિયા હાઈવે રોડ પર ગોવંશ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સામે પોલીસફરિયાદ હુમલો કરનાર શખ્સ દેવળીયા ગામનો હોવા નુ બહાર આવ્યું.


હળવદ તાલુકામાં છેલ્લા૧ વર્ષમાં બુટવડા  .રાયસંગપર   વેગડવાવ સહિતના ગામોમાં ગૌવંશ પર તિક્ષ્ણ હથિયાર અને એસિડ  ફેફી ગંભીર ઈજા  ૬૦ જેટલા  ગૌવંશ પર બન્યા છે હજુ સુધી કોઈ પણ શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી ત્યારે શનિવારે પવિત્ર શ્રાવણ માસમાં હળવદ માળીયા હાઈવે રોડ પર દેવળિયા ચોકડી હોટલ નજીક  શનિવારે સવારમાં તિક્ષણ હથિયાર વડે એ ગોવંશ પર હુમલો  કરનાર  દેવળિયા ગામના હરખાભાઈ  છગનભાઈ અઘારાઆ કેમેરામાં કેદ થઈ ગયાહતા ત્યારે આ બાબતે  દેવળિયા ગામના જીવદયા પ્રેમી  ભરતભાઈ નારાયણ ભાઈ રબારી એ હરખાભાઈ અઘારા સામે હળવદ પોલીસ મા લેખિત ફરિયાદ અરજી કરેલ હતી


ત્યારે દેવળિયા ગામના જીવદયા પ્રેમી માં અને હળવદ તાલુકામાં જીવદયા પ્રેમીઓમાભારે રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે દેવળીયાના ગામના આગેવાનો ઓ હળવદ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ પર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ અરજી કરેલ હતી અને હળવદ પોલીસ દ્વારા આરોપીને ઝડપીને કડક મા કડક કાર્યવાહી હાથ ધરવા મા આવે તેવી માંગ દેવળીયા ગામના ફરિયાદી  અને હળવદ તાલુકાના જીવદયા પ્રેમીઓની  પોલીસ સમક્ષ રજુવાત કરી હતી

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!